Morbi News યુવા ઉત્સવ મધ્ય ઝોન પ્રદેશ કક્ષાએ મોરબીનું ઝળહળતું પરિણામ, 20 સ્પર્ધકો બન્યા વિજેતા
Morbi News : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષે યુવાનોમાં રહેલી કલાઓને ખીલવવા માટે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાએ વિજેતા થઈને સ્પર્ધકોએ મોરબીનું પ્રતિનિધિત્વ મધ્ય ઝોન પ્રદેશ કક્ષાએ કર્યું હતું અને 20 જેટલા મોરબીના સ્પર્ધકો વિજેતા થયાં હતા અને મોરબીનું નામ રોશન કર્યું હતું.
જે 20 સ્પર્ધકોની યાદી આ મુજબ છે. વક્તૃત્વ સ્પર્ધા અ વિભાગમાં વિસ્મય ત્રિવેદી દ્વિતીય , બ વિભાગમાં રાહુલ ઝીંઝુવાડિયા પ્રથમ , ગઝલ-શાયર લેખનમાં વાઘેલા મયુર તૃતીય, કાવ્યલેખનમાં રામાનુજ અંજના તૃતીય, દુહા-છંદ ચોપાઈમાં સાગર ગોગરા દ્વિતીય, ચિત્રકલા અ વિભાગમાં યશ્વી પરમાર પ્રથમ.
ચિત્રકલા બ વિભાગમાં દેવાંશી પરમાર પ્રથમ, લોકવાર્તામાં સાગર ગોગરા પ્રથમ, હળવું કંઠય સંગીતમાં ધીમહી રાવલ પ્રથમ, લોકવાદ્ય સંગીતમાં પનારા હર્ષિલ તૃતીય,
એકપાત્રીય અભિનય અ વિભાગમાં ધીમહી રાવલ પ્રથમ, એકપાત્રીય અભિનય બ વિભાગમાં વાઢેર અવની પ્રથમ, ભજનમાં ડાભી વિજય તૃતીય, શિઘ્ર વક્તૃત્વમાં વિસ્મય ત્રિવેદી તૃતીય, શાસ્ત્રીય નૃત્ય કથ્થકમાં પૂજા કંઝારીયા તૃતીય, કુચીપુડીમાં દલસાણીયા શ્રધ્ધા પ્રથમ,
ઓડિસીમાં સરવૈયા નમ્રતા પ્રથમ, લોકનૃત્યમાં સાર્થક વિદ્યામંદિર (માર્ગદર્શક – રવિરાજ પૈજા) દ્વિતીય અને જાડેજા સત્યરાજસિંહ એ પાદપૂર્તિમાં દ્વિતીય અને ડેકલેમેશનમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
તમામ વિજેતાઓને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન દવે એ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી સમયમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.